બનાસકાંઠાની બહેનોએ PM મોદીને પોસ્ટકાર્ડ લખ્યા| જગન્નાથજીની મોસાળમાં આગતા-સ્વાગતા

2022-06-19 51

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યારે ભગવાન જગન્નાથની તેમના મોસાળ સરસપુરમાં ભરપુર આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ તેમના ભાઈ-બહેન સાથે સરસપુર રહે છે. આ દરમિયાન ભગવાનને એક ભાણેજને તેના મોસાળમાં મળે તેવા જ લાડ લડાવવામાં આવે છે.


બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરુ થયેલું ‘જળ આંદોલન’ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. આજે વડગામ તેમજ પાલનપુરના 125 ગામની બહેનોએ ગામેગામ એકત્રિત થઇ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની વ્યથા વ્યકત કરી છે.